આપણી બેંકના ખાતેદારોને ખાસ જણાવવાનું કે દિવાળીના શુભ તહેવારના દિવસથી આપણી બેંકની મોબાઇલ એપ સેવા શરૂ કરવામાં આવેલ છે. જેનો લાભ મેળવવા બેંક પોતાના ખાતેદારોને વિનંતી કરે છે. આ મોબાઇલ એપ એન્ડોઇડ મોબાઇલ ધારકો ગુગલ પ્લે સ્ટોર ઉપરથી પોતાના મોબાઇલમાં ડાઉન લોડ કરી શકશે. આ મોબાઇલ એપ સેવા મેળવવા માટે આપના મોબાઇલ ફોનનું રજીસ્ટ્રેશન બેંકમાં આજે જ કરાવો. વધુ વિગત માટે બેંકમાં રૂબરૂ મુલાકાત લેવા આપ સહુને નમ્ર વિનંતી છે. |